મોટા માચીયાળા પ્રાથમિક શાળા ખાતે આજે કલસ્ટર કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. નાયબ શિક્ષણાધિકારી સોલંકીની ઉપસ્થિતિમાં આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલસ્ટરમાં આવતી તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ભાગ લઈ પોતાના વિવિધ પ્રયોગો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પોતાના વિચારોથી પ્રયોગો તૈયાર કરવામાં આવ્યા હતા. કલસ્ટર કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ૧૨ કૃતિ મુકવામાં આવી હતી. પાંચ વિભાગ પ્રથમ આવનાર કૃતિ હવે તાલુકા કક્ષાએ ભાગ લેશે. સીઆરસી મકવાણા દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ કલસ્ટરના બાળકો ભાગ લે અને સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી.