અમરેલીનાં મોટા માચીયાળા ગામે જય વેલનાથ સમૂહલગ્ન સમિતિ દ્વારા ૨૭મા સમસ્ત કોળી ઠાકોર સમાજનાં ૧૫ યુગલોનાં સમૂહલગ્નનું વેલનાથ બાપાના મંદિરે, પ્લોટ વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંતો-મહંતો, રાજસ્વી અગ્રણીઓ, આમંત્રિત મહેમાનો તથા સમાજના વિવિધ સંગઠનો તેમજ ગ્રામજનો હજાર રહેશે. આ સમૂહલગ્નમાં દાતાઓના સહયોગથી કુલ ૧૦૧ ઘરવપરાશની વસ્તુઓ આપવામાં આવશે. આ શુભ કાર્યમાં ચિતલ, ફતેપર, અમરેલી તથા દેવળીયા ગામનાં યુવક મંડળો સતત મહેનત કરી રહ્યા છે તેમ સમૂહલગ્ન સમિતિનાં ધીરૂભાઈ મક્વાણા તથા ભનુભાઈ થળેસાની સંયુકત યાદીમાં જણાવેલ છે.