અમરેલી તાલુકાના મોટા માંડવડા ગામ નજીક આજરોજ વહેલી સવારે એક સ્વીફ્ટ કાર પલટી મારી જતા અંદર બેઠેલા ચારને નાની-મોટી ઈજા થઈ હતી. બગસરા તરફથી આવતી સ્વીફ્ટ કાર મોટા માંડવડા પાસે પહોંચતા જ અચાનક કારચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી જેથી અંદર બેઠેલા ચારને નાની-મોટી ઈજા થતા તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર અર્થે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ રસ્તા પરના વાહનો થંભી ગયા હતા અને કારની અંદર બેઠેલાઓને તાત્કાલિક બહાર કાઢી ૧૦૮ને જાણ કરી હતી.