અમરેલી, વડીયા અને કુંકાવાવ મત વિસ્તારમાં આજે નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા હસ્તે મોટા માંડવડા ખાતે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વેકરીયાએ જણાવ્યું હતું કે, અંદાજિત રૂ. ૩૬ લાખનાં ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રમાં ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોને શહેરી આરોગ્ય સુવિધા અને ચિકિત્સા ઘર આંગણે ઉપલબ્ધ થશે. આ પ્રસંગે અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રવીણભાઈ માંગરોળીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શંભુભાઈ મહિડા, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન પ્રવીણભાઈ ચાવડા, તાલુકા પંચાયત સદસ્ય આશિષભાઇ અકબરી, જિલ્લા યુવા ભાજપના ઉપાધ્યક્ષ ચેતનભાઈ ધાનાણી, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્ય પી.વી.વસાણી, સરપંચ સંદીપભાઈ ટિંબડિયા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.