મોટા ભમોદ્રા ગામેથી પોલીસે ૬ જુગારીને રૂ.૧૨૩૫૦ રોકડા સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ભીખુભાઈ ખુમાણ, દિલુભાઇ પઠાણ, સલીમભાઈ રાઠોડ, બાબુભાઈ ગોહિલ, નાનજીભાઈ ડાભી, નરેશભાઈ બારૈયા જાહેરમાં પૈસા તથા ગંજી પત્તાના પાનાં વડે હારજીતનો જુગાર રમતા રેડ દરમિયાન રોકડા રૂ.૧૨૩૫૦ સાથે ઝડપાયા હતા. વંડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર જગદીશકુમાર પ્રતાપદાન ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.