મોટા ભમોદરા ખાતે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના માર્ગદર્શનથી ભાજપ સદસ્યતા અભિયાન૨૦૨૪ “સેવા પખવાડિયા અંતર્ગત” ફ્રી નિદાન કેમ્પ તેમજ રક્તદાન કેમ્પનું આયોજન સરપંચ ભાવેશભાઈ ખૂંટ દ્વારા કરવામાં આવેલ હતુ જેમાં ભામોદરાના ગ્રામજનો તેમજ આસપાસના લોકોએ
આભાર – નિહારીકા રવિયા આ સેવાકાર્યનો બહોળી સંખ્યામાં લાભ મેળવી રક્તદાનમાં પણ પોતાનું યોગદાન આપેલ હતુ. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ જીવનલાલ વેકરીયા, જિલ્લા પંચાયત સભ્ય પુનાભાઈ ગજેરા,તાલુકા સદસ્ય પ્રમોદભાઈ રંગાણી કિશનભાઇ ખુમાણ, અશ્વિનભાઈ શિંગાળા, પરેશભાઈ ખુંટ, અમરુંભાઈ વીંછિયા, નરેશભાઈ ખુમાણ સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા.