ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની હોય મોટા ભંડારીયા ગામમાં ચૂંટણી સમયે હંમેશા તીવ્ર રસાકસીનો માહોલ સર્જાતો હોય છે. જાણે કે વિધાનસભાની ચૂંટણી હોય તેમ મોટા ગજાના રાજકીય આગેવાનો પણ અંગત રસ લઈ રહ્યા હતા ત્યારે ગામના સરપંચ જયસુખભાઈ કસવાલાની મહેનતથી ગ્રામ પંચાયત વોર્ડ નંબર ૪ ના સભ્ય તરીકે ધીરુભાઈ વલ્લભભાઈ બરવાળીયા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ખેડૂત આગેવાન અને ગામના પ્રશ્નોમાં હર હંમેશ સાથે રહેનાર જયસુખભાઈ અને તેની સમગ્ર ટીમની મહેનત રંગ લાવી છે. વર્ષોથી ગામના વિકાસ કાર્યો કરતી ટીમ પર ગામલોકોએ ફરી વખત વિશ્વાસ મૂક્યો છે. બિનહરીફ થયેલ ધીરૂભાઈને ગામલોકોએ અભિનંદન પાઠવ્યા છે.