અમરેલીના મોટા ભંડારીયા ગામે રહેતા અને ઈંટોનો વેપાર કરતાં ભરતભાઈ પરશોતમભાઈ જીકાદ્રા (ઉ.વ.૫૦)એ ચિરાગભાઈ ઝવેરભાઈ કુનતીયા, નિરુબેન ચિરાગભાઈ કુનતીયા, કિશોરભાઈ ઘુસાભાઈ દલસાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ઘરની સામે રહેતા ચિરાગભાઈ અને તેના પત્ની નિરુબેનને ચિરાગભાઈ સાથે પોતાની દીકરીને પ્રેમસંબંધ હોવાની શંકા હતી. જેથી તેઓ બન્ને વચ્ચે આ બાબતે ઝઘડો થતા ચિરાગભાઈ પોતાની પત્નીને આ બાબતે ખરાઈ માટે લઈને આવ્યા હતા ત્યારે બોલાચાલી થતા તેમની દીકરીનું ગળું પકડી ગાળો આપી હતી. લોખંડના પાઈપનો એક ઘા તેમની દીકરીને ડાબા પગ ઉપર મારી મુંઢ ઈજા કરી હતી. તેમજ લોખંડનો પાઈપ લઈને મારવા આવતા તેમને ધક્કો મારતા પાડી દઈ મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. જોશી વધુ તપાસ કરી રહ્યા છે.પ્રેમસંબંધની ખરાઈ કરવા આવેલા દંપતીએ દીકરીને ડાબા પગ ઉપર લોખંડના પાઈપનો એક ઘા મારી ઝઘડો કર્યો