લાભ પાંચમના શુભ દિવસે અમરેલીના મોટા ભંડારીયા ગામે ધારાસભ્યના વરદ હસ્તે વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતું. અમરેલી તાલુકાના મોટા ભંડારીયા ગામે ઉપસરપંચ દ્વારા રજૂઆતો રંગ લાવી હતી. ગામની અંદર આપાગીગાની પ્રસાદીનો અવેડો અને ચબૂતરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ મોટા ભંડારીયા ગામના પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાયદા મંત્રી કૌશિકભાઈ વેકરીયા તથા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન પ્રવીણભાઈ માંગરોળીયા અને ખેડૂત અગ્રણી જયસુખભાઈ કસવાલા અને મોટા ભંડારીયાના સરપંચ ભરતભાઈ કસવાલા, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ મોટા ભંડારીયાના ગ્રામજનો હાજર રહ્યાં હતા. ગ્રામજનો દ્વારા રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાનું સન્માન કરવામાં આવ્યુ હતું.