મોટા ભંડારીયા પ્રાથમિક શાળાના શિક્ષિકા નૂતનબેન માલવીયાએ વડોદરા ખાતે તા. ૧૬ થી ૧૯ દરમિયાન યોજાયેલ એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડીયા નેશનલ સ્પર્ધામાં ભાગ લઇ ટ્રિપલ જમ્પ અને લોંગ જમ્પ રમતમાં સિલ્વર મેડલ મેળવી વિજેતા થઇ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં ભારતભરમાંથી લગભગ ૭ હજાર જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. નૂતનબેન માલવીયાએ શિક્ષણ જગત, લેઉવા પટેલ સમાજ અને અમરેલી જિલ્લાનું ગૌરવ વધારતા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.