જૂનાગઢ કૃષિ યુનિ. અંતર્ગત કાર્યરત કૃષિ મહાવિદ્યાલય મોટા ભંડારિયા ખાતે ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાનમાં અત્રેની કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પ્રેરણાથી તેમજ નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, જૂનાગઢ અને કૃષિ મહાવિદ્યાલયના આચાર્યના માર્ગદર્શન હેઠળ થોરડી ગામમાં ૧ ઓક્ટોબરના રોજ “સ્વચ્છતા ઝુંબેશ રેલી”નું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર તૃપ્તિ ડોડીયા દ્વારા કરવામાં આવેલ હતું. તેમાં કુલ ૮૪ જેટલા સ્વયંસેવકોએ ભાગ લઇ ગામમાં જુદી જુદી જગ્યાએ સ્વચ્છતા વિશેના સૂત્રો બોલીને રેલીનો પ્રોગ્રામ આયોજિત કર્યો હતો.