ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ ૧૦૦% ભરાઈ જતા ઓવરફ્‌લો થયો છે. આજે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. ખાંભા અને જાફરાબાદના પાંચ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ચોમાસાની સિઝનમાં પહેલી વખત ડેમ ભરાતા આસપાસના ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. રાયડી ડેમ નીચે આવતા મોટા બારમણ, નાના બારમણ, ચોત્રા, નાગેશ્રી, મીઠાપુર સહિત નદી કાંઠાના ગામડાને એલર્ટ આપી નદી કાંઠે અવરજવર ન કરવા માટે અને સાવચેત રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ઉપરાંત રાયડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નદીઓમાં નવા નીર અને વધુ પાણીની આવક વધે તો નદીઓમાં પૂર આવી શકે છે.