અમરેલી, તા.૨૨
અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની વધુ બે ઘટના નોંધાઈ હતી. જેમાં એક પુરુષનું મોત થયું હતું અને એક ઘાયલ થયો હતો. મૂળ સુરતના વરાછામાં રહેતા અને બાબરાના વાવડી ગામના વિજ્ઞેશભાઈ રાજુભાઈ ઠુંમરે તેમના જ ગામના કિનાલભાઈ હિંમતલાલ વિરડીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મોટા દેવળીયા ગામથી આશરે ૨ કિ.મી. દૂર આરોપીએ ફોરવ્હીલના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા બાવળના ઝાડ સાથે અથડાતા જેમાં તેમને નાની મોટી ઈજા થઈ હતી અને ચાલકનું મોત થયું હતું. ભાડેર ગામે રહેતા મંજુબેન હરજીભાઈ પરમારે અજાણ્યા ફોરવ્હીલ ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેમના ઘર પાસે ચોખા વાવલતા હતા ત્યારે અજાણ્યો વાહન ચાલક તેમને ટક્કર મારી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.