બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા એક યુવક પર બે મહિના પહેલા થયેલા ઝઘડાના મનદુઃખમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. કિશોરભાઈ ઉર્ફે રાજુભાઈ સુરાભાઈ વાઘેલા (ઉ.વ.૩૦)એ બાબુભાઈ કોળી, મુનાભાઈ કોળી તથા ભરતભાઈ કોળી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, બે મહિના પહેલા તેમના દીકરા સાથે બાબુભાઈ કોળીએ ઝઘડો કર્યો હતો તેમજ ગાળો આપી હતી.
જેનું મનદુઃખ રાખી તેમના પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો. ઉપરાંત તેમના પત્ની તથા માતાને પાઇપના ઘા મારી ફ્રેક્ચરની ઈજા કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.