મોટા દેવળીયા ગામે ફુલઝર ગામના પાટીયા પાસે કારમાંથી દારૂની ખેપ મારતાં રાજસ્થાનના બે ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. કલ્યાણસિંહ મનોહરસિંહ સીસોદીયા તથા નરેશભાઇ કિશનલાલ સાહુ મોટા દેવળીયા ગામે ફુલઝર ગામના પાટીયા પાસે કાર લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ ૩૭૮ બોટલો મળી આવી હતી. પોલીસે કાર, દારૂની બોટલો મળી રૂ. ૯,૪૦,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જાફરાબાદમાંથી એક યુવક પાસેથી એક લીટર દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાંથી ૮ ઈસમો પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.









































