ય્.ઝ્ર.ઈ.ઇ.્. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલી પ્રેરિત સીઆરસી મોટા દેવળીયા ક્લસ્ટરની તમામ શાળાઓનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ યોજાયું હતું. આ પ્રદર્શનમાં ક્લસ્ટરની તમામ શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રદર્શનની મુખ્ય થીમ “ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી” હતી, જેમાં પાંચ પેટા વિભાગોમાં જુદી જુદી શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ પાંચેય વિભાગોમાંથી શ્રેષ્ઠ કૃતિઓ આગામી સમયમાં તાલુકા કક્ષાએ મોટા દેવળીયા ક્લસ્ટરનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમનું યજમાનપદ ફુલઝર પ્રાથમિક શાળાએ સંભાળ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું સંપૂર્ણ સંચાલન મોટા દેવળીયા સીઆરસી
કો-ઓર્ડિનેટર મયુરભાઈ રાદડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.