અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ સ્થળેથી ૨૫ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે મહિલા પાસેથી ૧૦ લીટર, દેવગામેથી ૧૦ લીટર તથા મસુંદડા ગામેથી ૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જાફરાબાદમાંથી બે, અમરેલી અને ધારીમાંથી એક-એક મળી કુલ ચાર ઈસમો કેફી પીણું પી’ને ફરતા મળી આવ્યા હતા.