સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે રહીને છૂટક કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઇ રવજીભાઈ દેલાણીયા નાની ઉંમરમાં ગંભીર બીમારીનો ભોગ બનતા તાજેતરમાં તેમનું અકાળે અવસાન થયું હતું. તેમની અચાનક વિદાય બાદ પરિવારજનોએ ગામની SBIનો સંપર્ક કરતા બેન્ક દ્વારા પરિવારજનોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના હેઠળ મૃતક અશ્વિનભાઇએ વીમો લીધેલ હોય તેની માહિતી આપી હતી. આ અંગે જરૂરી કાગળો લઈ ખુબ જ ટૂંકા દિવસોમાં PMJJ ક્લેઇમ મંજૂર કરાવી અશ્વિનભાઇનાં વારસસદાર તેમના પિતા રવજીભાઈ દેલાણિયાને બેન્કના મેનેજર વિનયકુમાર આહીરવારનાં હસ્તે રૂપિયા બે લાખની સહાયનો ચેક આપ્યો હતો.







































