દેશની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ એન વી રમનાએ દિલ્હીમાં નેશનલ લો યુનિવર્સિટીમાં આઠમા દીક્ષાંત સમારોહને સંબોધિત કર્યું હતું.આ દરમિયાન તેમણે છાત્ર નેતૃત્વને લઇ કહ્યું કે ગત ત્રણ દાયકામાં અર્થવ્યવસ્થાના ઉદારીકરણ બાદથી છાત્ર સમુદાયથી કોઇ મોટા છાત્ર નેતા ઉભરીને આવ્યા નથી સીજેઆઇએ કહ્યું કે આ લોકતંત્રની મજબુતી પર પ્રતિકૂળ પ્રભાવ નાખી રહ્યું છે.
સીજેઆઇએ કહ્યું કે જયારે સામાજિક અને રાજનીતિક રીતે યુવા જોગૃત થાય છે ત્યારે શિક્ષા,ભોજન કપડા આરોગ્ય મકાન જેવા મુદ્દા રાષ્ટ્રીય ચર્ચાનો મુખ્ય વિષય બને છે.તેમણે કહ્યું કે ગત ત્રણ દાયકાથી કોઇ મોટા છાત્ર નેતા ઉભરીને આવ્યા નથી.મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે એ જરૂરી છે કે સ્પષ્ટ વિચારોવાળા દુરદર્શી અને નિષ્ઠાવાન છાત્રને જોહેર જીવનમાં આવવું જોઇએ એક જવાબદાર યુવા લોકતંત્રને મજબુત કરવા માટે મહત્વપૂર્ણ છે.તેમણે કહ્યું કે છાત્ર નેતાઓની કમી લોકતંત્ર માટે સારી વાત નથી
તેમણે કહ્યું કે કડવું સત્ય છે કે છાત્રોના ધંધાદારી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ કર્યા બાદ પણ કલાસરૂમ સુધી જ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે.નહીં કે કક્ષાઓથી બહારની દુનિયા પર.મને ખબર નથી કે આ બધા માટે કોને દોષ આપવો.છાત્રોને સંબોધિત કરતા સીજેઆઇએ કહ્યું કે તમે દેશની મુખ્ય કાયદા વિશ્વ વિદ્યાલયોમાંથી કોઇ એકના કાયદા સ્નાતક છો તમારા બધાની સમજ પ્રત્યે વિશેષ જવાબજોરી છે.
કેજરીવાલને લઇ સીજેઆઇએ પ્રશંસા કરતા કહ્યું કે મુખ્યમંત્રી નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી માટે તાકાતનો સ્તંભ રહ્યાં છે મને કહેવામાં આવ્યું છે કે તે આ સંસ્થાનના હિતમાં કરવામાં આવેલ દરેક અનુરોધનું સમ્માન કરે છે.તે દિલ્હીના લોકોના કલ્યાણ માટે પોતાની પ્રતિબધ્ધતા અને સખ્ત મહેનત માટે જોણીતા છે.શિક્ષા અને આરોગ્ય સારસંભાળના ક્ષેત્રમાં તેમના કામની ખુબ પ્રશંસા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં સીજેઆઇ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ,દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી એન પટેલ તથા અન્ય ન્યાયાધીશો પણ હાજર રહ્યાં હતાં.