અમરેલીની મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજના NSS વિભાગ દ્વારા મોટા ગોખરવાળા ગામે યોજાયેલ સાત દિવસીય શિબિરમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના સહયોગથી ભવ્ય લોકસંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ ૨૬/૧૨/૨૦૨૫ ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં લોકગાયક પ્રવીણદાન ગઢવી અને તેમના કલાવૃંદે લોકગીતો અને ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં ગ્રામજનો અને વિદ્યાર્થિનીઓ મન મૂકીને ઝૂમ્યા હતા. કાર્યક્રમમાં લોકગાયક પ્રવીણદાન ગઢવી અને તેમના કલાવૃંદ દ્વારા લોકસંગીતની સરવાણી પ્રસ્તુત કરવામાં આવી હતી. કલાકારો દ્વારા વિવિધ પ્રકારના લોકગીતો, ભજનો તથા રાસ-ગરબા રજૂ થયા હતા. લોકગીતોમાં ગ્રામ્યજીવન, માનવ સંવેદના, દેશભક્તિ તથા સામાજિક એકતાના ભાવો વ્યક્ત થયા હતા, જેના કારણે શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા.









































