લીલીયા તાલુકાની મોટા કણકોટ પ્રાથમિક શાળામાં ધોરણ ૭ અને ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ત્રણ દિવસ માટે ચિખલકુબા ખાતે વન
પ્રકૃતિ શિક્ષણ શિબિરની મુલાકાત લીધી હતી. ત્રણ દિવસની આ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને સુલેમાન કુટિયા, રાવલ નદી, રાવલ ડેમ અને ચિખલકૂબા કેમ્પ સાઇટનું ટ્રેકિંગ કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગ દરમિયાન વન્ય પ્રાણીઓ, વનસંરક્ષક અને સંવર્ધન તેમજ વિવિધ વનસ્પતિઓ વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી. આ સાથે વિદ્યાર્થીઓએ આંબરડી સફારી પાર્કની મુલાકાત લઈ વન્ય પ્રાણીઓને નજીકથી નિહાળી આનંદ અનુભવ્યો હતો. ઉપરાંત તુલસીશ્યામ જંગલમાં બિરાજમાન શ્યામ સુંદર ભગવાનના મંદિર તેમજ ગરમ પાણીના કુંડની મુલાકાત પણ લીધી હતી. આ શિબિરમાં વિદ્યાર્થીઓ સાથે શાળાના શિક્ષક મનસુખલાલ મેવાડા જોડાયા હતા.







































