મોટા લીલીયાના મોટા કણકોટ ગામના સ્મશાન પાસેથી બે પરપ્રાંતીય ઈસમ વિદેશી દારૂની ૧૯ બોટલ સાથે ઝડપાયા હતા.
મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અને હાલ મોટા કણકોટ ગામે વાડીએ રહેતો લીંબાભાઈ બધીયાભાઈ માવડા તથા રાકેશભાઈ મગનભાઈ ભુરીયા ગામના સ્મશાન પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં વિદેશી દારૂની ૧૩ બોટલ મળી આવી હતી. પોલીસે બાઇક ,દારૂની બોટલ મળી ૬૯૫૦ રૂપિયાનો મુદદામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાંથી ચાર ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.