લીલીયા મોટાના મોટા કણકોટ ગામે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટ ધરવામાં આવ્યો હતો તેમજ સમસ્ત પટેલવાડી ખાતે પ્રવચન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી નીતિનભાઇ ત્રિવેદી તથા વિજયભાઇનું સન્માન કરી સંતો દ્વારા આશીર્વચન પાઠવાયા હતા. આ પ્રસંગે અશ્વિનભાઇ ગજેરા, મોટા કણકોટ સરપંચ સુરેશભાઇ, વિપુલભાઇ રામાણી, ચંદુભાઇ સાંગાણી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.