વડીયા તાલુકાના મોટા ઉજળા ગામે પુલ બનાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. પુલના અભાવે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતા. જેથી આ બાબતે પૂર્વ મંત્રી બાવકુંભાઈ ઉંધાડને ગ્રામજનો દ્વારા પુલ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જેથી પૂર્વ મંત્રીએ આ બાબતે રાજય સરકારમાં રજૂઆત કરતા માત્ર ચાર માસમાં રૂ.પપ લાખના ખર્ચે પુલ મંજૂર કરવામાં આવ્યો હતો. જેથી મોટા ઉજળા ગામે આંબેડકર નગરમાં જવા માટેના પુલનું ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તારના વડીલોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. કોઈ રાજકિય આગેવાનો નહી પરંતુ સામાન્ય વ્યક્તિના હસ્તે ખાતમુહૂર્ત તેમજ પુલનું કામ શરૂ થતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી જવા
પામી છે.