વડીયાના મોટા ઉજળા ગામે લગ્નમાં જવાની વાતમાંથી થયેલ માથાકૂટ બાદ પતિએ પત્નીને ગળેટૂંપો દઇ મોતને ઘાટ ઉતારતા અરેરાટી પ્રસરી જવા પામી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોટા ઉજળામાં ફતેપુરા તાલુકાના ધાણીખુંટ ગામનો ખેતમજૂર પરિવાર ભાગીયું રાખી ખેતીકામ કરી ગુજરાન ચલાવતો હતો. આ પરિવારના હિંમત ઉર્ફે મેહુલ નામના યુવાનની પત્ની આશાના પિયરમાં લગ્ન પ્રસંગ હોય, પતિએ જવાની ના પાડતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. જે બાદ રાત્રે આશા સુતી હતી તે વખતે પતિ મેહુલે ગળેટૂંપો દઇ તેને મોતને ઘાટ ઉતારી હતી. આ બાબતની મેહુલના પિતાને જાણ થતા તેમણે મૃતકના પિતાને જણાવ્યું હતું. બાદમાં સમગ્ર મામલો સામે આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.