મોટા આંકડીયા ગામે અભ્યાસ કરી ચુકેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂજનોનું સન્માન કરી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ર૧ વર્ષ પહેલા અભ્યાસ કરી ચુકેલા વિદ્યાર્થીઓની રમૂજની વાતો સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષો પછી વિદ્યાર્થી ભાઈ-બહેનો મળતા આનંદવિભોર થયા હતા. વિદ્યાર્થીઓએ સ્નેહમિલન કર્યા બાદ સ્વરૂચી ભોજનનો લહાવો લીધો હતો. ભોજન બાદ પૂર્વ વિદ્યાર્થીઓ રાસ ગરબા રમ્યા હતા. પૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરવાનું કાર્ય મહેશભાઈ મોવલીયા, દિલીપભાઈ વઘાસીયા અને ચેતનભાઈ બોદરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.