અમરેલીના મોટા આંકડીયા ગામના એક વૃદ્ધને ટક્કર મારી ફોર-વ્હીલરનો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા કિશોરભાઇ લાલજીભાઇ વઘાસીયાએ અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.ફરિયાદની વિગત મુજબ, તેઓ પોતાની મોટરસાયકલ લઈને વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન મોટા આંકડીયા-કુકાવાવ રોડ પર, આંકડીયાથી એક કિલોમીટર દૂર કનુભાઇ બાવભાઇ વઘાસીયાની વાડી પાસે પહોંચતા જ એક અજાણ્યા ફોર-વ્હીલરના ચાલકે તેમની મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ચાલક વૃદ્ધને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચાડી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ વી. વી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































