અમરેલીના મોટા આંકડીયામાં બાળકને ગાડીમાં બેસાડી તેના ઘર વિશે માહિતી પૂછતા બે શંકાસ્પદો ઝડપાયા હતા. જાણવા મળતી માહિતી મુજબ, બે અજાણ્યા શખ્સો બાઇક લઇને આવ્યા હતા અને ગામના પાંચેક વર્ષના છોકરાને બાઇક પર બેસાડી તેની પાસેથી તેના ઘરની માહિતી માંગી હતી. બાળકને તેના ઘરમાં કોણ કોણ રહે છે? તે અંગે તેમજ ઘરેણા અંગે પૂછતા છોકરો બાઇકમાંથી ઉતરીને દોડી આવ્યો હતો. આ અંગે ગામલોકોને જાણ થતા આ બંને શંકાસ્પદોને ઝડપી પાડી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.