જોનપુરમાં યુવાઓ વચ્ચે રોજગાર અને શિક્ષાનો મુદ્દો હાવી છે.અહીંના મોટાભાગના યુવાનોનું કહેવુ છે કે વર્તમાન સરકારે રોજગાર અને શિક્ષાના ક્ષેત્રમાં કાંઇ કર્યું નથી.મોટાભાગની ભરતીઓ કોર્ટમાં અટકેલી છે.શિક્ષા વ્યવસ્થા માટે પણ સરકારે કોઇ યોગ્ય પગલા ઉઠાવ્યા નથી એક ટીવી કાર્યક્રમ સત્તાનું સંગ્રામ શો દરમિયાન યુવાનોએ કહ્યું હતું કે વર્તમાન સરકારે કાંઇ કર્યું નથી યુવાઓના મુદ્દા પર કોઇ કામ કરવામાં આવ્યું નથી.જોવેદ અખ્તર નામના યુવાને કહ્યું કે ભરતી પ્રક્રિયાઓમાં પારદર્શિતા હોવી જોઇએ
બીએડની છાત્રા પ્રિયાંશી ગુપ્તાએ કહ્યું કે પહેલાની સરખામણીમાં થોડો સુધાર આવ્યો છે પરંતુ હજુ પણ આ માટે કામ કરવાની જરૂર છે.હવે યુવક અને યુવતીઓમાં વધુ ફર્ક સમજવામાં આવતો નથી કાજલ નામની યુવતીએ કહ્યું કે ગામમાં રહેનારી યુવતીઓને વધુ મુશ્કેલી થાય છે.શિક્ષણમાં સુધાર અનિવાર્ય છે જો પણ ભરતી થાય છે તે કોર્ટમાં અટકી જોય છે બેરોજગારી ખુબ વધી ગઇ છે.આ પહેલાની અખિલેશ સરકારમાં યુવાઓની રોજગારી માટે ખુબ કામ થયું છે પરંતુ વર્તમાન સરકારની ગતિ ધીમી ચાલી રહી છે હવે મોટાભાગની ભરતીઓ કોર્ટમાં ચાલી જોય છે.
લક્ષ્મી સાહુ નામના યુવકે કહ્યું કે શિક્ષા વ્યવસ્થા ખુબ કથળી ગઇ છે. રોજગાર સિવાય આ સરકારમાં કોઇ મુદ્દો નથી તેમણે કહ્યું કે રાજયમાં વિકાસ થયો છે અને મહિલાઓ પણ ખુબ જોગૃત થઇ છે.
વિવેક યાદવ,પ્રિંસ યાદવ રિંકતીએ પણ બેરોજગારીનો મુદ્દો ઉઠાવ્યો છે. સંદીપ કુમાર યાદવે કહ્યું કે સરકાર જે ઝડપથી મંદિર બનાવવા પર ભાર મુકી રહી છે તે રીતે જો શિક્ષા વ્યવસ્થા પર ભાર મુકે તો દેશનો ખુબ વિકાસ થશે,અન્ય યુવાનોએ કહ્યું કે પ્રાઇવેટ કોલેજોમાં અભ્યાસ કરાવનારા શિક્ષકોને નિશ્ચિત માનદેય નક્કી થવું જોઇએ સ્થાનીક સ્તર પર રોજગારની વ્યવસ્થા થવી જોઇએ પરિવર્તન ઠીક ઠીક થયું છે સરકારે યુવાનો માટે સારૂ કામ કરવું જોઇએ
જયારે મહિલાઓની સુરક્ષાના મુદ્દા પર મોટાભાગની યુવતીઓએ સરકારથી નારાજગી વ્યકત કરી.યુવતીઓનું કહેવુ હતું કે મહિલાઓ સુરક્ષિત નથી પહેલાની સરખામણીમાં પરિવર્તન આવ્યું છે પરંતુ હજુ પણ સુરક્ષા વ્યવસ્થા નબળી છે.જયારે અન્ય યુવકોએ જણાવ્યું હતું કે રાજયમાં બેરોજગારી વધી રહી છે તેથી ગુનાખોરી વધી રહી છે અને ધાર્મિક વાતાવરણ પણ તનાવગ્રસ્ત રહે છે.આથી યુવાનો અન્ય માર્ગે ચાલ્યા જોય છે સરકારે સદ્‌ભાવનું વાતાવરણ ઉભુ કરવું જોઇએ અને કોઇ પણ ભેદભાવ વગર કામ કરવું જોઇએ