સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામમાં આજરોજ આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનો વિશેષ કેમ્પ યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની રજૂઆત અને ખેડૂત નોંધણી તેમજ રેશનકાર્ડના e-KYC માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનું ફરજિયાત હોવાથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોને તાલુકા કક્ષાએ કે અન્ય સ્થળે જવું ન પડે તે માટે સાવરકુંડલા અને મોટાઝીંઝુડાના પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા આ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ગામના સરપંચ પંકજ ઉનાવાએ લોકોને કેમ્પનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું અને તેમના પ્રયાસોના પરિણામે કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કેમ્પના અંતે સરપંચે પોસ્ટ ઓફિસના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.