સાવરકુંડલા તાલુકાના મોટાજીંજુડા ગામે આંગણવાડી વર્કર જ્યોત્સનાબેન ગોસ્વામી નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે સરપંચ પંકજભાઈ ઉનાવાએ ઉપસ્થિત રહી જ્યોત્સનાબેનને સન્માનપત્ર એનાયત કર્યું હતું. આ તકે ચંદુભાઇ ઉનાવા, નારણભાઇ ગુજરવાડીયા, ભરતભાઇ ઉનાવા, જગદીશભાઇ નિમાવત સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.