મોટર સાઈકલની ટાંકીમાં ચોરખાનું બનાવી તેમાં રાખેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઉના પોલીસે ઝડપ્યો છે. મળતી માહિતી મુજબ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભાડાશી ગામના પાટીયા પાસે આવતા બાતમી મળી હતી કે, તડ ગામ તરફથી એક મોટર સાઈકલની ટાંકીમાં ચોરખાનું બનાવી તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો લઇ તડ ગામ તરફથી કાજરડી તરફ એક વ્યક્તિ આવનાર છે. આ બાતમીને આધારે પોલીસે વોચ રાખી ત્યારે હીંમતલાલ ધીરૂભાઇ ચારણીયા (ઉ.વ.૨૯ ધંધો-મજૂરી, રહે,.કાજરડી, ઠે.ચારણીયા શેરી, તા. ઉના, જી.ગીર સોમનાથ) દારુ લઈને આવતા તરત જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કિમ્પીસ, સ્પેશ્યલ વ્હીસ્કી, ઓલ્ડ એન્ડ ઓરીઝનલ ૧૮૦ એમ.એલ.ની પ્લાસ્ટીકની કંપની સીલપેક ૪૭ બોટલ મળી આવી હતી જેની અંદાજે કિંમત ૨૩૫૦ રૂપિયા જેટલી થાય છે. સાથે જ હીરો કંપનીની કાળા કલરની સ્પેન્ડર પ્લસ જેના રજી.નં.ય્ત્ન-૩૨-ડ્ઢ-૧૬૬૫ વાળી જેની કિ. ૨૦,૦૦૦ રૂપિયા મળી કુલ ૨૨,૩૫૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.