આજના ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા વિશે જાગૃતિ અત્યંત અગત્યની બની છે. વિદ્યાર્થિનીઓમાં ઓનલાઇન સલામતી, ડેટા સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વપરાશ અંગે જાગૃતિ ફેલાવવા અમરેલીની મોંઘીબા મહિલા આટ્ર્સ ખાતે કવચ કેન્દ્ર અંતર્ગત તારીખ ૦૮/૧૨/૨૦૨૫ ના રોજ સાયબર સુરક્ષા અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં અમરેલી જિલ્લાના સાયબર સુરક્ષા સેલમાંથી સમીરભાઈ ખાન અને જયભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સમીરભાઈ ખાન દ્વારા સરળ ભાષામાં સાયબર સુરક્ષાના વિવિધ પાસાની સમજ આપવામાં આવી હતી. તેમણે બહોળી સંખ્યામાં વિદ્યાર્થિનીઓને સાયબર ક્રાઈમના પ્રકાર સમજાવી ઓનલાઈન ફ્રોડ, ફિશિંગ, પાસવર્ડ સેફટી અને સોશિયલ મીડિયા સિક્યુરિટી અંગે માર્ગદર્શન આપ્યું હતું.







































