અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત અને અમરેલી સ્થિત મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડા. નિરૂપાબેન ટાંકનું તા.૨૩/૦૯/૨૦૨૫ના રોજ અમરેલી
પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આયોજિત ‘ભાવનગર રેન્જ સેતુ ગરબા મહોત્સવ-૨૦૨૫’માં પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ અને પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. નિઃસ્વાર્થપણે સમાજને ઉપયોગી થવાની ઉદાત્ત ભાવના ધરાવતા તથા વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતરમાં અમૂલ્ય પ્રદાન કરનાર ડા. નિરૂપાબેનની સેવાનિષ્ઠાને ધ્યાને લઈ આ અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.આ સન્માન બદલ વિદ્યાસભાના ટ્રસ્ટીગણ, કાલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડા.જી.વી. વેલિયત તથા કોલેજ સ્ટાફ પરિવારે ડા.નિરૂપાબેન ટાંકને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.