અમરેલીમાં જિલ્લા વિદ્યાસભા સંચાલિત માતુશ્રી મોંઘીબા મહિલા આર્ટસ કોલેજમાં ૧૦/૦૧/૨૦૨૫ના રોજ જિલ્લા રોજગાર કચેરી-અમરેલી અને ‘ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ શ્ કેરિયર સેન્ટર-રાજકોટના સહયોગથી ‘ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ શ્ કરિયર સેમિનાર યોજાયો હતો. આ સેમીનારમાં જિલ્લા રોજગાર કચેરીના કૌશિકભાઈ વાઘેલા, ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ શ્ કેરિયર સેન્ટર-રાજકોટના હાર્દિકભાઈ મહેતા, ઇન્ચાર્જ પ્રિન્સિ. ડા..બી.આર.ચુડાસમા, કરિયર કોર્નર કો ઓર્ડીનેટર ડો. ગિરિશભાઇ વેલિયત, સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થિનીઓને વિદેશમા ચાલતા વિવિધ અભ્યાસક્રમો વિશે, તેમા પ્રવેશ મેળવવા અંગે, પાસપોર્ટ અંગે, વિઝા કેવી રીતે મેળવવા, સ્ટુડન્ટ લોન મેળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કૌશિકભાઈ વાઘેલાએ કારર્કિર્દીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.