અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NSS વિભાગના સંયુક્ત ઉપક્રમે માલવિયા પીપરીયા ગામ ખાતે સાત દિવસીય આવાસીય શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓએ ગ્રામ સફાઈ, પ્રભાતફેરી,
વૃક્ષારોપણ, પર્યાવરણ ઝુંબેશ, ભીત સૂત્રો લેખન અને પ્રાથમિક શાળામાં રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. શિબિર દરમિયાન શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આરોગ્ય ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામજનો અને શિબિરાર્થી બહેનોનું જનરલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નેત્ર ચિકિત્સા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.