મોંઘીબા મહિલા આટ્‌ર્સ કોલેજ, અમરેલી માટે જાન્યુઆરી-૨૦૨૫માં લેવાયેલ એફ.વાય.બી.એ. (સેમેસ્ટર-૦૧)ની પરીક્ષાનું પરિણામ અત્યંત ઉજ્જવળ આવ્યું છે. વિદ્યાર્થિનીઓએ મુખ્ય સમાજશાસ્ત્ર વિષયમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને કોલેજમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવ્યા છે. કોલેજમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થિનીઓમાં પ્રથમ ક્રમઃ કલસારા દ્રષ્ટિ મયુરકુમાર – ૮૭.૨૭% (મુખ્ય સમાજશાસ્ત્ર), દ્વિતીય ક્રમઃ ડાભી ધ્રુવી બાબુભાઈ – ૮૫.૨૭% (મુખ્ય સમાજશાસ્ત્ર) અને તૃતીય ક્રમઃ શાહમદાર આમીના સિરાજશા – ૮૪.૫૪% (મુખ્ય સમાજશાસ્ત્ર)નો સમાવેશ થાય છે. આ ઉજ્જવળ સફળતા બદલ સંસ્થાના તમામ સ્ટાફ મિત્રો, વિદ્યાસભાના પદાધિકારીઓ અને પ્રિન્સિપાલ દ્વારા વિદ્યાર્થિનીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.