કોવિડ રોગચાળા વચ્ચે પેટ્રોલ અને ડીઝલના આસમાનને આંબી રહેલા ભાવો અને ઘરની વધતી જતી જરૂરિયાતને કારણે દેશમાં નાણાંકીય વ્યવહારમાં મોટો બદલાવ આવ્યો છે. ફ્યુઅલ કાર્ડ જેવા ક્રેડિટ કાર્ડની માંગ લગભગ ૧૦ ગણી વધી ગઈ છે અને હવે લોકો મોટી રકમની હોમ લોન લઈ રહ્યા છે.
દેશમાં ઉપયોગમાં લેવાતા કુલ ક્રેડિટ કાર્ડ્‌સમાં ફ્યુઅલ કાર્ડનો હિસ્સો વધીને ૧૩.૧% થયો છે જે ગયા વર્ષે ૪.૯૫% હતો. લગભગ તમામ કચેરીઓ અને શાળા-કોલેજા હવે ખુલી રહી હોવાથી નજીકના ભવિષ્યમાં પણ ફ્યુઅલ કાર્ડની માંગ પ્રબળ રહેવાની પ્રબળ શક્યતા છે. મંગળવારે જાહેર થયેલા બેન્ક માર્કેટના મનીમૂડ રિપોર્ટ અનુસાર આ વર્ષે વધુ એક નવો ટ્રેન્ડ સામે આવ્યો છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યામાં લગભગ ૫૦%નો વધારો થયો છે. દેશમાં કુલ ક્રેડિટ કાર્ડ યુઝર્સમાં મહિલાઓની સંખ્યા ૨૦૨૦ માં ૮.૪૧ ટકાની સરખામણીએ વધીને લગભગ ૧૨% થઈ ગઈ છે. ખાસ કરીને કિશોરો વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. ૨૫ વર્ષ સુધીની મહિલાઓમાં ક્રેડિટ કાર્ડ યુઝર્સની સંખ્યામાં લગભગ ૧૭૫% વધારો થયો છે, જ્યારે અન્ય તમામ શ્રેણીઓમાં આશરે ૧૦૦% વૃદ્ધિ જાવા મળી છે.