સાવરકુંડલા તાલુકાના મેરીયાણાથી દોલતી સુધીનો નવો માર્ગ બનવા છતાં, રોડની બંને બાજુના મોટા અને ભયજનક ખાળીયા પૂરવાનું કામ અધૂરું છે. ખાસ કરીને વળાંકવાળા વિસ્તારોમાં આ ખાળીયા અકસ્માતનું મોટું જોખમ ઊભું કરે છે. અધૂરા કામને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ છવાયો છે.