વૈવાહિક સંબંધોમાં બળાત્કાર અંગે કોઈ નિયમ હોવો જાઈએ કે નહીં? આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા કોઈ અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો નથી. આ પછી પણ સુપ્રીમ કોર્ટે આ મામલે આગળ વધવાનો નિર્ણય લીધો છે. કોર્ટનું કહેવું છે કે તે વિચારશે કે શું વૈવાહિક બળાત્કારના આરોપમાં પતિને કાયદાકીય પ્રક્રિયામાંથી મુકતી આપવી જાઈએ કે નહીં. કોર્ટે કહ્યું કે અમે કાયદાકીય મુદ્દાઓને સંપૂર્ણપણે ધ્યાનમાં રાખીને આ મામલે આગળ વધીશું. ભલે સરકાર આ મામલે કોઈ સ્ટેન્ડ ન લે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું, ‘આ કાયદાનો મામલો છે. જા તેણે સોગંદનામું ન આપ્યું હોય તો પણ તેણે કાયદાકીય પાસા વિશે વાત કરવી પડશે.
કોર્ટની આ ટિપ્પણી વરિષ્ઠ વકીલ ઈન્દીરા જયસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલી માંગ બાદ આવી છે કે આ મામલે જલ્દી સુનાવણી થશે. અન્ય એક વકીલે કહ્યું કે કેન્દ્ર સરકારે હજુ સુધી એફિડેવિટ દાખલ કરી નથી. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે કહ્યું કે આ એક કાનૂની પ્રશ્ન છે. અમે આ મુદ્દાને સાંભળીશું અને વિચારણા કરીશું કે વૈવાહિક બળાત્કાર પર કાયદો હોવો જાઈએ કે નહીં. આ મામલે બુધવારે જ સુનાવણી થવાની હતી, પરંતુ અન્ય કેસ પેન્ડીંગ હોવાને કારણે તેને મોકૂફ રાખવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ હાલમાં એવી અરજીઓ પર સુનાવણી કરી રહી છે જેમાં આઇપીસીની કલમ ૩૭૫ની જાગવાઈને પડકારવામાં આવી છે. આ અરજીઓમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે કલમ ૩૭૫ હેઠળ પતિને વૈવાહિક સંબંધોમાં બળાત્કારના આરોપમાંથી મુકતી આપવામાં આવી છે, જે ખોટું છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે બળાત્કાર વચ્ચે કોઈ ભેદ ન હોઈ શકે. અરજીકર્તાઓનું કહેવું છે કે મહિલાઓને પણ તેમના પતિ દ્વારા બળાત્કારનો ભોગ બનવું પડે છે. આ મામલે મે ૨૦૨૨માં દિલ્હી હાઈકોર્ટનો નિર્ણય પણ આપવામાં આવ્યો હતો, જેમાં બેંચ સર્વસંમત ન હતી.