નોબેલ પુરસ્કાર ૨૦૨૫ઃ ૨૦૨૫ ના નોબેલ પુરસ્કારની જાહેરાત સોમવારે શરૂ થઈ હતી. સ્ટોકહોમમાં કેરોલિન્સ્કા ઇન્સટ્યુટ ખાતે એક સમિતિ દ્વારા મેડિસિન ક્ષેત્રે પુરસ્કારની જાહેરાત સાથે તેની શરૂઆત થઈ હતી. આ વર્ષનો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર મેરી ઇ. બ્રુન્કો, ફ્રેડ રેમ્સડેલ અને શિમોન સાકાગુચીને એનાયત કરવામાં આવ્યો છે. મેડિસિનમાં નોબેલ પુરસ્કાર સત્તાવાર રીતે ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર તરીકે ઓળખાય છે. આ સન્માન ૧૯૦૧ થી ૨૦૨૪ દરમિયાન ૧૧૫ વખત ૨૨૯ નોબેલ વિજેતાઓને એનાયત કરવામાં આવ્યું છે.આ વર્ષનો મેડિસિનમાં નોબેલ પુરસ્કાર સોમવારે ત્રણ વૈજ્ઞાનિકોને ‘પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ’ સંબંધિત તેમની શોધો માટે જાહેર કરવામાં આવ્યો હતો. પેરિફેરલ ઇમ્યુન ટોલરન્સ એ એક પદ્ધતિ છે જે શરીરની રોગપ્રતિકારક શÂક્તને નિયંત્રણ બહાર જતા અને વિદેશી આક્રમણકારોને બદલે તેના પોતાના પેશીઓ પર હુમલો કરતા અટકાવે છે.ગયા વર્ષનો પુરસ્કાર માઇક્રોઆરએનએ (રિબોનુક્લીકક એસિડ) ની શોધ માટે અમેરિકન નાગરિકો વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રુવકુન વચ્ચે વહેંચવામાં આવ્યો હતો. માઇક્રોઆરએનએ એ આનુવંશિક સામગ્રીના નાના કણો છે જે કોષોની અંદર ચાલુ અને બંધ સ્વીચ તરીકે કાર્ય કરે છે અને કોષો શું કરે છે અને ક્યારે કરે છે તે નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કારોના વિજેતાઓની જાહેરાત મંગળવારે, રસાયણશાસ્ત્રમાં બુધવારે અને સાહિત્યમાં ગુરુવારે કરવામાં આવશે. નોબેલ શાંતિ પુરસ્કાર શુક્રવારે અને અર્થશા†માં નોબેલ મેમોરિયલ પુરસ્કાર ૧૩ ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. પુરસ્કાર સમારોહ ૧૦ ડિસેમ્બરે યોજાશે, જે આલ્ફ્રેડ નોબેલના મૃત્યુની વર્ષગાંઠ છે, જેમણે આ પુરસ્કારોની સ્થાપના કરી હતી. નોબેલ એક શ્રીમંત સ્વીડિશ ઉદ્યોગપતિ અને ડાયનામાઇટના શોધક હતા. તેમનું ૧૮૯૬ માં અવસાન થયું.