રમતપ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જાકે અલ્જીરિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન મેદાનમાં જ એક ખેલાડીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ખેલાડીનું નામ છે સોફિયાન લોકર છે. મેચ દરમિયાન સોફિયાન લોકર  પોતાની જ ટીમના ગોલકીપર સાથે ટકરાઈ ગયા હતા. ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તે મેદાનમાં જ મૃત્યુ પામ્યો.

જાકે અલ્જીરિયામાં લીગ-૨ ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટની મેચમાં આ ઘટના બની હતી. સોફિયાન લોકર આ મેચમાં રમી રહ્યો હતો.

મેચ દરમિયાન સોફિયાન લોકર પોતાની જ ટીમના ગોલકીપર સાથે ટકરાયા હતા, ત્યારબાદ ફિઝિયો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી અને તે પછી તે મેદાન પર રમવા માટે પાછો ફર્યો હતો, પરંતુ લગભગ ૧૦ મિનિટ પછી તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.મૃત્યુ બાદ બંને ટીમના ખેલાડીઓ રડવા લાગ્યા હતા અને બધાની હાલત ખરાબ હતી. આ પછી મેચ રદ્દ કરવામાં આવી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જારદાર વાયરલ થઈ રહ્યા છે.