નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રવિવારે રાત્રે મેઘાલય નજીક ચેરાપુંજીમાં ૩.૫ની તીવ્રતા વાળો ભૂકંપ અનુભવાયો હતો. જે બાદ આજે વહેલી સવારે પણ ૪.૦ તીવ્રતાનો ભૂંકપ અનુભવાયો હતો.જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જોનહાની કે નુકસાનના અહેવાલ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલય નજીક તુરાથી સોમવારે વહેલી સવારે ૪.૦ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મેઘાલયના તુરાથી ૪૩ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભારત ભૂકંપ ભારતીય સમય અનુસાર વહેલી સવારે ૬.૩૨ વાગ્યે આવ્યો હતો. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જોનહાની કે નુકસાનના અહેવાલ નથી.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મેઘાલય નજીક ચેરાપુંજીમાં રવિવારે રાત્રે ૩.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.ભૂકંપનું કેન્દ્ર મેઘાલયના ચેરાપુંજીથી ૧૯ કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં હતું. ભારત ભૂકંપ ભારતીય સમય અનુસાર રાત્રે ૮ઃ૩૭ વાગ્યે સપાટીથી ૧૦ કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. જો કે હજુ સુધી ભૂકંપમાં કોઈ જોનહાની કે નુકસાનના અહેવાલ નથી.