રમતગમત સ્પર્ધા અંતર્ગત અમરેલી જિલ્લાની વોલીબોલ સ્પર્ધાનું આયોજન મેઘાણી હાઈસ્કૂલ-બગસરા ખાતે કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અલગ અલગ વયજૂથની બહેનોની ૧૨ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં પાલિકાના પ્રમુખના પ્રતિનિધિ એ.વી. રીબડીયા તેમજ મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય વી.કે. જેઠવા તેમજ તાલુકા રમતગમત કન્વીનર મનોજ મહીડા તેમજ અન્ય લોકોએ હાજરી આપી હતી. આ સ્પર્ધામાં હાજર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સ્પર્ધા સુંદર રીતે યોજાય તે માટે મેઘાણી હાઈસ્કૂલના આચાર્ય જેઠવાએ સુંદર વ્યવસ્થા કરી હતી.









































