મેક્સિકોથી એક ભયંકર માર્ગ અકસ્માતના અહેવાલ સામે આવી રહ્યા છે. અહીં જકાટેકાસમાં એક બસ બેકાબૂ થઇને ટ્રકમાં ઘૂસી ગઇ હતી અને તેના પછી આ જ બસ ખીણમાં ખાબકતાં લગભગ ૧૯ જેટલાં મુસાફરોને કાળ ભરખી ગયો હતો. આ અકસ્માતમાં ૬થી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી છે.
સ્થાનિક અધિકારીઓના અહેવાલ અનુસાર બસમાં મુસાફરોની સંખ્યા વધારે હતી. આ બસ એક સામાનથી ભરેલા ટ્રકમાં પાછળના ભાગમાં ટકરાઈ હતી અને સીધી ખીણમાં સરી ગઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે જારદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાની તસવીરો પણ વાયરલ થઇ છે.
બચાવ કામગીરી હજુ પણ ચલાવવામાં આવી રહી હોવાની જાણકારી મળી રહી છે. જકાટેકાસના ગવર્નર ડેવિડે કહ્યું કે પહેલા અમને શરૂઆતમાં ૨૪ લોકોના મોતની જાણકારી મળી હતી પરંતુ રાજ્યના એટોર્ની જનરલના કાર્યાલયે છેલ્લે ૧૯ લોકોના મોતની પુષ્ટી કરી હતી અને ૬ લોકો ઈજાગ્રસ્ત હોવાની જાણકારી આપી હતી.