થોડા દિવસો પહેલા અમદાવાદની એક રેસ્ટોરન્ટમાંથી કોલ્ડ ડ્રિંકમાં ગરોળી મૃત હાલતમાં મળી આવી હતી. આ મામલે ગ્રાહકોના હંગામા બાદ પ્રશાસને તાત્કાલિક તપાસ કરીને રેસ્ટોરન્ટને સીલ કરી દીધું હતું. હવે આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) દ્વારા મેકડોનાલ્ડ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દંડ ભરીને જ રેસ્ટોરન્ટ ફરી ખોલી શકાશે.
એ યાદ રહે કે ૧૫ દિવસ પહેલા ભાર્ગવ અને તેનો મિત્ર મેહુલ અમદાવાદમાં સાયન્સ સિટીમાં આવેલી મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા ગયા હતા. બર્ગર અને ઠંડા પીણા મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્ટવમાંથી કોલ્ડ ડ્રિંક્સ હલાવતા તેમાંથી એક મૃત ગરોળી દેખાઈ. આ અંગે તેણે મેનેજરને ફરિયાદ કરી હતી. આ મામલે હોબાળો મચ્યા બાદ અમદાવાદ પોલીસ, મીડિયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને સીલ કરી દીધું હતું.
આ મામલે કાર્યવાહી કરતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) એ રેસ્ટોરન્ટ પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ ભર્યા બાદ જ રેસ્ટોરન્ટ ખોલવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે. આ ઉપરાંત વહીવટીતંત્ર દ્વારા ત્રણ મહિના સુધી સરપ્રાઈઝ ચેકિંગ પણ કરવામાં આવશે. આમાં ગંભીર બેદરકારીના કિસ્સામાં આગામી સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
એએમસીએ આઉટલેટના માલિક પાસેથી એફિડેવિટ લીધી હતું કે, એફએસએસ એક્ટ મુજબના તમામ સ્વચ્છતા ધોરણો જોળવવામાં આવશે અને આગામી ત્રણ મહિના સુધી છસ્ઝ્રના એફએસઓએસ દ્વારા આઉટલેટમાં વારંવાર ‘સરપ્રાઈઝ ચેકિંગ’ કરવામાં આવશે. ‘હાઈજીન માટે અમે અન્ય આઉટલેટમાં પણ ચેકિંગ કરી રહ્યા છીએ’, તેમ એએમસીના આરોગ્ય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. ગ્રાહકોના હેલ્થ સાથે ચેડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ સતર્ક રહે છે અને ખાસ કરીને તહેવારો પર મીઠાઈ અને ફરસાણની દુકાનમાં ચેકિંગ હાથ ધરતું
કોર્પોરેશને એક મહિના પહેલા અંકુર મીઠાના પેકેટમાં ધૂળ અને કાંકરા નીકળ્યાની ફરિયાદ આવી હતી. જે અંતર્ગત ફૂડના અધિકરી દ્વારા પણ તપાસ કરવામાં આવી છે .જેમાં તેના રિટેલર અને વેપારી પાસેથી નમૂના પેકેટ લઈ લેબોરેટરી ખાતે મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખાણીપીણી જગ્યા પર સાફ સફાઈ જરૂરી છે. પરંતુ, ક્યારે કામદારોનું ધ્યાન અથવા બેદરકારીના હિસાબે આ પ્રકાર ઘટના સર્જાતા બિમારી સાથે ભયનો માહોલ પણ સર્જાય છે.