સાવરકુંડલા તાલુકાના મેકડા ગામે ધારાસભ્ય પ્રતાપ દુધાતની ઉપÂસ્થતિમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસની વિચારધારા અપનાવી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મેકડાના મધુભાઇ ભલાભાઇ સાટીયા તથા તેમની ટીમે ભાજપ છોડી કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ મેળવ્યો હતો. ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાતે તમામને આવકાર્યા હતા અને ફૂલહાર કરી મોં મીઠા કરાવ્યા હતા. આ તકે સાવરકુંડલા તાલુકા પ્રમુખ મનુભાઇ ડાવરા, તાલુકા કોંગ્રેસ અનુ. જાતિના ચેરમેન જિગ્નેશભાઇ બગડા, દિપકભાઇ સભાયા, ભૌતિકભાઇ સુહાગીયા સહિત આંબરડીના આગેવાનો બધાભાઇ બગડા, રવિભાઇ બગડા, લાલજીભાઇ રાઠોડ, કાંતિભાઇ વાઘેલા, નરસિંહભાઇ રાઠોડ, રાહુલભાઇ બગડા, કમલેશભાઇ બગડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે આંબરડીના જિગ્નેશભાઇ બગડાની સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ અનુ. જાતિના ચેરમેન તરીકે વરણી કરાતા આગેવાનોએ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.