મેં હિન્દુત્વની વિચારધારા છોડી નથી, પરંતુ હું ભાજપના હિન્દુત્વના સડેલા સ્વરૂપને સ્વીકારતો નથી.આ વાત શિવસેના (યુબીટી) ના વડા ઉદ્ધવ ઠાકરેએ કહી હતી.મહારાષ્ટ્રના નાસિકમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે તેઓ મૃત્યુ સુધી હિન્દુ ધર્મ છોડશે નહીં. આ દરમિયાન તેમણે ભાજપ પર જારદાર નિશાન સાધ્યું.
આ કાર્યક્રમમાં ઉદ્ધવે કહ્યું કે તેમણે હિન્દુત્વની વિચારધારા છોડી નથી, પરંતુ તેમના ભૂતપૂર્વ સાથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના હિન્દુત્વનું સડેલું સંસ્કરણ તેમને સ્વીકાર્ય નથી. આ દરમિયાન તેમણે એવી પણ માંગણી કરી કે રાજ્યની ભાજપ સરકાર મુંબઈના રાજભવન સંકુલને છત્રપતિ શિવાજી મહારાજના સ્મારકમાં રૂપાંતરિત કરે અને રાજ્યપાલના નિવાસસ્થાનને અન્ય કોઈ જગ્યાએ ખસેડે.
પાર્ટીના કાર્યકરોને સંબોધતા તેમણે ભાજપ પર પ્રહારો કર્યા અને કહ્યું કે ભાજપે લોકોમાં ખોટી વાર્તા ફેલાવી છે કે શિવસેનાએ હિન્દુત્વનો ત્યાગ કર્યો છે. ઠાકરેએ કહ્યું કે મુસ્લિમોએ તેમની પાર્ટી શિવસેના (યુબીટી) ને ફક્ત એટલા માટે ટેકો આપ્યો કારણ કે મુખ્યમંત્રી તરીકે તેમણે બધા સાથે સમાન વર્તન કર્યું અને બધાના વિકાસ માટે કામ કર્યું અને કોઈની સાથે ભેદભાવ કર્યો નહીં.
૨૦૧૯ માં ભાજપથી અલગ થયેલા ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે અવિભાજિત શિવસેના વિના, કેન્દ્ર અને રાજ્યમાં વર્તમાન શાસક પક્ષ એવી સ્થિતિમાં પહોંચી શક્્યો ન હોત જ્યાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ શકે. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા હિન્દુત્વના રૂપમાં કરવામાં આવી રહેલી છેડછાડને તેઓ સ્વીકારી શકતા નથી. ઠાકરેએ કહ્યું કે તેઓ ભાજપથી અલગ થઈ ગયા છે પરંતુ તેઓ તેમના મૃત્યુ સુધી ક્યારેય હિન્દુત્વનો ત્યાગ કરશે નહીં. આ સાથે તેમણે આરોપ લગાવ્યો કે મુંબઈ લૂંટાઈ રહ્યું છે, બધું ગુજરાત લઈ જવામાં આવી રહ્યું છે.