ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ રાજકીય ઉથલપાથલ મચી ગઈ છે. રાજકીય સમીકરણોમાં મોટાપાયે ફેરફાર જોવા મળી રહ્યા છે. આજે યુવા મહિલા નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ આજે વિધિવત ભાજપમાં જોડાયા છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સીઆર પાટીલની હાજરીમાં શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયા ખેસ ઓઢ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.
શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે, મેં મારી રીતે રાજકીય લાઈફ પસંદ કરી છે. મેં ભાજપના કાર્યકર્તાને કામ કરતા જોયા છે. હું પહેલાથી પીએમ મોદીની પ્રશંસક રહી છું. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ રાજકારણમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો આપ્યા હતા. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસમાં મેનેજમેન્ટની કમી છે. તેમણે ઉમેર્યું હતું કે, મે ભાજપમાં કોઈ ધારાસભ્યના પદ માટે માંગણી કરી નથી, હું એક નાની વયની કાર્યકર્તા છું. મેં જોયું છે કે ભાજપના કાર્યકર્તા કેવી રીતે કામ કરે છે, હું એ જ રીતે કામ કરવા અહીં આવી છું..
આજે સવારે શ્વેતા બ્રહ્મભટ્ટ કમલમ જતાં પહેલાં માતાજીના દર્શન કર્યા છે. ભાજપમાં પ્રવેશ પહેલાં મેલડી માતાજીના દર્શન કર્યા છે. ત્યારબાદ તેમને ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો અને કમલમમાં પહોંચ્યા હતા. ત્યાં ઝ્ર.ઇ પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો. શ્વેતા બ્રહ્મભટ્ટે આજે બીજી રાજકીય ઈનિંગ્સ માટે પ્રાર્થના અર્ચના કરી છે.
૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી. શ્વેવા બ્રહ્મભટ્ટ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા બ્રહ્મભટ્ટના પિતા નરેશ બ્રહ્મભટ્ટ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૫ સુધી કોંગ્રેસના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહ્યા હતા.
એ યાદ રહે કે
આજે પાટીદાર નેતા હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ અલગ-અલગ સમયે અલગ કાર્યક્રમમાં ભાજપમાં જોડાયા હતાં શ્વેતા બ્રહ્મભટ્ટ ૧૧ વાગ્યે તો હાર્દિક પટેલ ૧૨.૩૦ વાગ્યે ભાજપમાં જોડાયા હતાં કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે, હું જે ધ્યેય સાથે કોંગ્રેસમાં જોડાઇ તે પુર્ણ ના થઇ શક્યુ. કોગ્રેસમાં વિઝન અને મેનેજમેન્ટનો અભાવ છે. તેમણે કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું છે કે, જો પાર્ટી કોઇ જવાબદારી આપે તો સિનિયર નેતાઓ કામ કરવા દેતા નથી. મને યોગ્ય પ્રમાણે કામ કરવા દેવામાં આવતી નહોતી. હું ટીકા નથી કરતી, મારા મુદ્દાને ધ્યાને લઇ અમલી કરણ કરશે તો કોંગ્રેસને જ ફાયદો થશે.