(એ.આર.એલ),કોલકાત્તા,તા.૧૭
લોકસભા ચૂંટણી પાંચમા તબક્કામાં પ્રવેશી ચુકી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ સ્પષ્ટ કર્યું કે, તેમણે ઇન્ડિયા ગઠબંધનની રચના કરી છે અને જા ઈÂન્ડયા ગઠબંધન ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તામાંથી બહાર કરવા કેન્દ્રમાં સરકાર બનાવે છે, તો એ ગઠબંધનનો હિસ્સો બનશે. ઉલ્લેખનીય છે કે અગાઉ તેમણે સરકારને બહારથી ટેકો આપવાની જાહેરાત કરી હતી.
આ સાથે મમતા બેનરજીએ કહ્યું કે, અનેક લોકોએ મને ખોટી સમજી છે. પરંતુ અમે ઇન્ડિયા ગઠબંધનમાં રહીશું. મેં ઇન્ડિયા ગઠબંધન બનાવ્યું છે. તૃણમૂલ કોંગ્રેસે ઇન્ડિયા ગઠબંધનની સાથે સીટ-વહેંચણીના મુદ્દા પછી રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો.
મમતા બેનરજીએ પહેલાં પણ કહ્યું હતું કે, જા ભાજપ હારે છે તો એ વિપક્ષોના ગઠબંધનને સમર્થન આપશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં ગઠબંધન શક્ય નથી, કેમ કે કોંગ્રેસ-સીપીએમ પરોક્ષ રીતે ભાજપનું સમર્થન કરી રહ્યા છે. પરંતુ જ્યારે દિલ્હીની વાત આવે છે તો તૃણમૂલ કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધનના ટેકો આપશે.